માણસ જાતની આ ટેવ એને સદા કનડવાની, જીદ અશક્યને પામવાની અને મળેલું વેડફવાની,
સરળ છે ભાગ પાડી મિથ્થા ભ્રમણાઓ સેવવાની, પણ અઘરી છે આ આખાની સમજણ કેળવવાની,
આવડત શું કામની આડંબરથી ટોળા ભેગા કરવાની, જો ના આવડે કળા નિજાનંદમાં મસ્ત રહેવાની,
કોણ રાખે વ્યર્થ ઘેલછા અમરત્વને પામવાની, જાણ્યા પછી કે કોઈ નથી દવા દુઃખોને ડામવાની,
ક્યાં જરૂર છે દેવાલયોમાં નાહક દોડવાની, કેળવો જો સમજણ, ખુદને ટટોળવાની,
ખોટો છે ગર્વ કે આપની ખોટ અચૂક સાલવાની, આપની ગેરહાજરીમાં પણ, આ દુનિયા આમજ ચાલવાની,
ભૂલ તો કરી છે ‘હૃષી’ , જરૂર નહોતી ત્યાં બોલવાની, શું જરૂર હતી આ મુર્ખાઓના મનની શાંન્તિ ને ડહોળવાની!
So simple, yet it’s
so difficult to be and remain ‘aware’ all the time. Also it is common
desire/mistake ( whatever you name it ) by those who have tasted the sublime
bliss to preach or tell ‘others’ how to achieve the constant state of happiness. But as we have seen that from Krishna to
Christ, all have failed in making those understand, who literally refuse to
understand.
Well, the way I see
it is that, one should never try to perturbed the perennial poisonous state of
mind of such people. Until one becomes aware about himself and seeks the
knowledge himself, all efforts of preaching and changing such person goes in
vein. Keep this in mind that, the advice given to the fool is only to infuriate
him and will not change him, like even if you give only milk to the snake, it
only increases its venom! ( Sanskrit Ratnakanika – Updesho hi murkhanam,
prakopaya na shantaye, Dugadham pibanti bhujanganam, kevalam vish wardhanam )
મનુષ્યના બધા મનઘડંત વિચાર પર હસો, વ્યર્થ સંબંધોના ભજવાતા કિરદાર પર હસો
માગતા ફરતા બધા દરિદ્રોના દીદાર પર હસો, જશ ખાટી કરાતા જાતના પ્રચાર પર હસો,
ધર્મ, સમાજ ને વર્ણના આ વાડા પર હસો, વિચારી શકો તો માનસપટના આ ખાડા પર હસો,
સુકાયેલી સમજણની આ સંકુચિતતા પર હસો, ક્ષણિક જીવનની આ ભ્રામક સ્થિરતા પર હસો,
આકાશ, જળ ને જમીનના આ ભાગલા પર હસો, કલ્પિત સિમાઓના ગણાતા દાખલા પર હસો,
પરમાત્મા બિરાજે હૃદયમાં, જો અહમથી આઘા ખસો, જાણીને ખુદને, જો તમે તમારી જાત પર હસો,
Why so serious? Not being able to laugh genuinely is very serious condition. And not even being able to smile is fetal state of stale self. Stop, relax and think, you will probably come to the conclusion that most of the things you fret about are not worth losing the sanity. But anyway, only sane will understand, enjoy and smile. For 99.9999999…% of population any kind of advice is futile. For enlightened beings, there is always a feeling of eternal joy and nothing else. Try to be Sthitpragnya 🙂
ટીપી એટલે મિત્રો સાથે કરાતી ગોષ્ઠી, ગપ્પા મારવામાં સમાય આખી શ્રુષ્ટિ ।।
TP means meaningless talks with mature or mindless friends, In which universal topics are discussed without any constraints.
જેમની સાથે કોઈ પણ કાળ કે ચોઘડિયાની પળોજણ વિના આખી રાતોની રાતો ટીપી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એવા પરમ મિત્રોને અર્પણ…
પ્રસ્તાવના
સુજ્ઞ
શ્રોતા/વાચક ગણની જાણ સારું એટલું કહેવાનું કે, ટીપી અર્થાત ટાઈમ પાસ એવા ટીપીના શાબ્દિક
અર્થમાં ના પડતા, આ શબ્દની ભાવનાઓને સમજવા પ્રયત્ન કરવો. દેવ, અસુર તથા મનુષ્ય લોકમાં તથા આકાશ, પાતાળ તથા
સ્વર્ગલોકમાં જો અચૂક કરાતી કોઈ પ્રવૃત્તિ હોય તો એ ટીપી છે. વેદ, પુરાણ તથા અન્ય શાસ્ત્રોમાં દેવલોકની નૃત્ય,
સંગીત, સુરા તથા શાસ્ત્રાર્થ ચર્ચા સાથેની
ટીપી ના અસંખ્ય અને અદભુત વર્ણન જોવા મળે છે.
આ વૈદિક પરંપરાને જાળવી રાખવાનો અથાગ પ્રયત્ન કરવામાં અમે ગર્વ અનુભવીએ છીએ.
આ
કૃતિ, શ્રી સંતશિરોમણી વેદવિજ્ઞાતા પરમ પૂજ્ય અક્ષરબ્રહ્મ બુદ્ધ મહર્ષિ એવા સત્તચિત્તઆનંદ
સ્વરૂપ અવતાર પુરુષ શ્રી હ્રષી પટેલ દ્વારા
સમસ્ત ટીપી પુરાણ તથા જ્ઞાત-અજ્ઞાત સમસ્ત ટીપી શાસ્ત્રોના સારરૂપ સ્વાનુભૂતિથી જનસામાન્યના
આનંદ તથા મનોરંજનાર્થે દૈવીકૃપાથી રચવામાં આવી છે.**
શાસ્ત્રોક્ત
રીતે ટીપી કેવી રીતે કરવી તથા ટીપી ને લગતી અન્ય બતાતો વિશેની સવિસ્તૃત માહિતી માટે
રૂબરૂ, દૂરભાષ્ય દ્વારા અથવા તો WhatsApp / Instagram નામક મંચ પર આચાર્યનો યોગ્ય ચોઘડિયામાં
સંપર્ક સાધવો. અત્રે ટીપી વિષેની ગુરુપ્રસાદ
સ્વરૂપ રચનાનો આસ્વાદ માણીએ.
**
વિશેષણો ઉપર વિસ્તૃત ટિપ્પણી
કાવ્યના અંતમાં
દોહા ટીપીનો મહિમા જે નર અને નારી જાણે છે, અઠવાડિયામાં થોડા કલાક અવશ્ય કાઢે છે, જે જાણ્યા છતાં નથી કરી શકતા, એ ટીપી વગર જીવ બાળે છે …………… ઘર, સમાજ અને સગાવ્હાલાના કામ બધા તું જરૂરી કર, સાંસારિક જવાબદારી તારી બધી પુરી કર, ભલેને તું દોર્યા કરે વ્યર્થ વર્તુળો, મિત્રો સાથે મળીને એક સીધી લીટી કર, દોસ્ત, તું એક વાર અમારી સાથે ટીપી કર…
ચા, કોફી, બીડી, સિગારેટ ને માવો, વ્યસનની કમી ભલે બધી પુરી કર, પણ જો ભુલવીજ હોય બધી વ્યથાઓ, તો મિત્રો સાથે ચર્ચાઓની ચિલમ ભર, પછી તને પેગ પણ નહિ લાગે એટલો પ્રીતિકર, આ બધી કુટેવો છોડવા, અમારી સાથે ટીપી કર…
CM કે PM પણ જે ના કરી શકે, મનની એ અધૂરી વાત બધી પુરી કર, છોડ તું બધા ડર, બનીને નિડર, ખોજ તારા અંતરનો સ્વર, ક્યાં સુધી નાચીશ બીજાની સીટી પર, આવ, બનાવીએ તને બાહુબલી, આજ રાતની ટીપી પર…
કોઈ દેશ, ધર્મ, જાતિ કે વેશ પર, નાણાં કે એના નિવેશ પર, પોતાની સમજણ સંવાદથી તું સીધી કર, આ બેઠક પર એક વાર તું ટીપી કર…
બનીને વિદ્વાન વિવેચક, ગણીને બાકી બધાને બબુચક, દલીલબાજીમાં આપીશ નહિ તું મચક, કરપ્શન કે ક્રિકેટ, ટોપિક તું સિલેક્ટ કર, ગ્લોબલ વોર્મિંગની અસર કે કેટરીનાની કમર, બધી છુટ તને શનિવારની આ ટીપી ઉપર…
ગમેતેવી ગંભીર વાત પર પણ, બિન્દાસ બની ખીખી કર, નીતિ-નિયમોને નેવે મૂકી, આખી રાત હાહા-હીહી કર, હોય ભલે એ કાફે કે પછી ચા ની કિટલી પર, પણ યથાશક્તિ તું ટીપી કર…
એડમીન, લે તું આ સંગત ની સેલ્ફી, અને તેને જ ગ્રૂપનું ડીપી કર, હસતા ચહેરા જોઈને બેફિકર, દુઆ કરો આ ટીપી રહે અમર… આ ટીપી રહે અમર…
**સુજ્ઞ વાચકો સમજી જ ગયા હશે કે આ બધા વિશેષણો ફક્ત ને ફક્ત વ્યંગ અને કાવ્યની રસક્ષતિ ના થાય એ હેતુથી જ પ્રયોજવામાં આવ્યા છે. તેના દ્વારા મૂર્ખ અને કથિત સાધુ સંતો તથા પોથીપંડિતો પર કટાક્ષનુ જ પ્રયોજન છે. મહદ અંશે ભાવભક્તિમાં (વાંચો અંધભક્તિમાં) ઘેલા/ચેલા ભક્તો જ આવા વિશેષણો તેમની મૂર્ખતાના પ્રદર્શાનાથે પ્રયોજતા હોય છે. અથવા તો નરસિંહ કહેતા એમ “એ સઘળા પ્રપંચ પેટ ભરવા તણા” વાળા ઠગો જ આવી નિમ્નસ્તરીય આત્મશ્લાઘામાં રાચતા હોય છે. મારુ એવું દૃઢ પણે માનવું છે કે આમાંના કોઈ પણ વિશેષણો વાપરવાની કોઈ પણ મનુષ્ય દેહધારીની ક્ષમતા કે પાત્રતા નથી. સુન્દરમ ના શબ્દોમાં કહીએ તો ‘હું માનવી માનવ થાઉં તોયે ઘણું’.
કોઈ
પણ કૃતિ પ્રત્યે મારો કોઈ કર્તાભાવ કે અહમ નથી.
જે કાંઈ કલા સર્જન છે એ ફક્ત ને ફક્ત માં સરસ્વતીની કૃપાથી જ શક્ય બને છે અને
તેના માધ્યમ તરીકે કોઈ પણ હોઈ શકે. બધુજ સારું
સર્જન ઈશ્વરકૃપા તથા અયોગ્ય, અરુચિકર તથા ભૂલ ભરેલી બધીજ ક્ષતિઓ મારી પોતાની ગણી વિરમું
છું.