Category : Gujarati Poem

Foolish Republic – Fools Rejoice



ડોબાસત્તાક / ડાકુસત્તાક
———————————————————————–

આ ડોબાઓના દેશમાં બુદ્ધિશાળીઓનું કાંઈ કામ નથી,
ભ્રમમાં જ રાખો જનતાને, જગાડવામાં કાંઈ માલ નથી,


કાપે જડ અજ્ઞાનીનાં આવરણ એવી કોઈ તલવાર નથી,
જે બચાવે આ બબૂચકોથી, દુનિયામાં એવી કોઈ ઢાલ નથી,


હાથના કરેલા હૈયે વાગ્યા, તોયે હજી એ ના જાગ્યા,
અમસ્તા જ કંઇ આ દેશના ડોબા બધા બેહાલ નથી,


જન્મો વિતાવ્યા છે રાજા કે રાજકારણીની ગુલામીમાં,
હવે આઝાદી એટલે શું એવો આ અબુધોને ખ્યાલ નથી,

અંદર બેઠા અનિષ્ટનો શું દંભી દુષ્ટો ને ખ્યાલ નથી?
બતાઓ એવો નેતા જે ભ્રષ્ટાચારથી ન્યાલ નથી,


ફરિયાદો બધી સાચી પણ લાવતી એજ સરકાર પાછી,
આ નમાલી નપુંસક પ્રજા અમસ્તી જ પાયમાલ નથી,


ગાફેલોના આ ગામમાં હવે બચ્યો એક પણ ખબરદાર નથી,
શાણપણની વાત છોડો, એક તો હોય જે મૂરખનો સરદાર નથી,


કોઈ તો હોય આ દેશમાં જીવિત, માતૃભૂમિ છે મસાણ નથી,
ચોકે ચોકે ચોર લૂંટારા, ચૂંટે એવો એક મંત્રી જે ચાંડાલ નથી,


ભવ્ય ભૂતકાળની બધી વાતો સાચી હશે ‘હૃષી’,
પણ જે આજ ના લડી શકે, તેની આવતીકાલ નથી,


પૂછે જો મને એ ‘હૃષી’, તો સાચે રસ્તે વાળી શકું એને હજી,
પણ પહોંચી શકે મંઝિલ સુધી એવી મુસાફરની ચાલ નથી.



Republic? What republic? 😉

Do you mean marauding public? Rotten public?

Marching bands, political gangs and all these pools of pathetic public, are rushing with amazing speed and vicious vigor. But where? Ohh towards the destination for decrepit, towards the straight downhill fall. Damn right! 😉

Please don’t try to stop them, otherwise…. 😉 LOL