Category : Thoughts in Gujarati

વીર પરગ્રહવાસી અને રોડાસુર સંગ્રામ કથા



કોઈ એક દૂર ગ્રહમંડળમાં આપડી પૃથ્વી જેવો એક ગ્રહ હતો. તેમાં ભારત જેવો જ એક પ્રદેશ હતો. એ પ્રદેશમાં ભ્રષ્ટાસુરના પુત્ર રોડાસુર નામના એક રાક્ષસનો ખુબ જ ત્રાસ હતો. રોડાસુર ગમેત્યારે ગમેતે રોડ પર ગમેતેવા મોટા મોટા ખાડા પાડી દેતો. ઘણીવાર તો આગળ રોડ બનતો હોય અને પાછળ રોડાસુર એના વિકરાળ મુખથી રોડને પાછળથી બચકા ભરી ભરીને ગળી જતો હોય. ઘણીવાર તો કોઈક જગ્યાએ વર્ષો સુધી રોડ દેખાય જ નહિ અને સરકારી ચોપડે તપાસ કરતા માલુમ પડે કે એ જગ્યાએ તો છેલ્લા પાંચ વર્ષમાં વિકાસશીલ સરકાર દસ દસ વાર રોડ બનાવી ચુકી છે. આ જ વાત રોડાસુરની ભયાનકતા દર્શાવે છે કે આ દૈત્ય રોડ તો જવાદો, આખેઆખા રોડ બનાવનાર શ્રમજીવીઓ તથા વિશાળકાય મશીનો સુધ્ધા ગળી જાય છે અને અવશેષ પણ શેષ રાખતો નથી. લોકો ખરેખર આ રોડાસુર દૈત્યથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા કારણ કે રોજ કોઈકના માસુમ બાળકો તો કોઈકના માતાપિતા આ રોડાસુર પોતાના ખાડામાં પાડી છીનવી લેતો. દર વર્ષે હજારો લોકો આ રોડાસુરનો ભોગ બનતા.

આમ રોડાસુરના ત્રાસમાં ઘણા વર્ષો વીતી ગયા. પછી એક દિવસ ચમત્કાર થયો. એ ગ્રહવાસીઓ પણ આપણી જેમ જ નવરાત્રીનો ઉત્સવ મનાવતા અને આદ્યશક્તિ માં જગદંબાની આ રોડાસુરના ત્રાસથી મુક્તિ અપાવવા આરાધના કરતા. એ દિવસે માં જગતજનની શાક્ષાત પ્રગટ થયા અને આકાશવાણી થઇ. આકાશવાણી એ કહ્યું ,”હે શુરવીરો, તમે આવી વીર પ્રજા થઇ ને કેમ આ રોડાસુરનો ત્રાસ સહન કરો છો. મેં તમને જે મગજ આપ્યું છે એ થોડું તો ચલાવો અને આ રોડાસુર પર વિજય મેળવો” પછી એ ગામના વડીલોએ એક યુક્તિ વિચારી અને યુવાનોએ તેનો અમલ કર્યો.

ગામના મંત્રીશ્રીની આગેવાની હેઠળ, રોડ કોન્ટ્રાક્ટરને રોડાસુર સંગ્રામ માટે સેનાપતિ નિયુક્ત કરાયા. પછી એ બંને વીર યોદ્ધાઓએ રોડાસુરે ચોમાસામાં તાજાજ પાડેલા એક વિશાળકાય ભુવામાં જંપલાવ્યું. એક અન્ય પૌરાણિક હસ્તપ્રત એવું પણ કહે છે કે ગામના લોકોએ જ આમને બાંધીને…. પણ આ આપડા કરતા અલગ એક વીરોનો દેશ હોવાથી આપણે એવુજ માનીશું કે મંત્રી અને કોન્ટ્રાક્ટરે સ્વયં રોડાસુર સંગ્રામની આગેવાની લીધી.

એવું કહેવાય છે કે એ ઘટના પછી આજે લખો વર્ષો પછી પણ એ ગ્રહની સંસ્કૃતિએ બનાવેલા રોડ હજી પણ એવાજ રહ્યા છે, અર્થાત એક પણ ખાડા વગરના.

આ વીર પરગ્રહવાસી અને રોડાસુર સંગ્રામની વાર્તાનો જે કોઈ વીર સો વાર પાઠ કરશે એના ગામ પરથી રોડાસુરનો પ્રકોપ જશે અને રોડ આપોઆપ સુધારી જશે. જો તમે બાયલા પુરુષ હોવ તો પણ આ વાર્તા જો તમારા બાળકોને સંભળાવશો તો આવનારી નવી પેઢી રોડાસુરાના ત્રાસથી બચી જશે.


કથા બોધ

જેને માં જગદંબાની આકાશવાણી સમજાશે એ રોડાસુર પર અવશ્ય વિજય પ્રાપ્ત કરશે.


હે મૂર્ખ દેશવાસીઓ, આ ગુરુજી આપની મૂર્ખતાની ફક્ત મજાક જ નથી ઉડાડ્યા કરતા. આવી સુંદર બોધકથાઓ દ્વારા તમને અજ્ઞાની માંથી જ્ઞાની બનવાનો સાચો માર્ગ પણ બતાવે છે. પછી બધું તમારા હાથમાં છે. 😉


Category : Videos In Gujarati

Bapuni Vinodvrutti



પૂજ્ય ગાંધી બાપુની વિનોદવૃત્તિ ખુબ જ અદભૂત હતી. જેણે પણ ગાંધીજી વિષે થોડુંક પણ જ્ઞાન મેળવ્યું હશે એમને એવા ઘણા પ્રસંગો યાદ હશે. જો બાપુ આજે હયાત હોત તો આજની અધમ કક્ષાની રાજકીય અને સામાજિક પરિસ્થિતિથી ખુબ જ દુઃખી હોત, પણ સાથે સાથે આ વર્તમાન પરિસ્થિતિની મજાક પણ કરતા હોત એમાં કોઈ શંકા નથી. 😉



Category : Gujarati Poem

બળાત્કારી દેશ



જો આજ આ દેશમાં ફરી એક નારી નિર્વસ્ત્ર છે,
કોઈ છે કે જે બેફામ બળાત્કારીઓથી ત્રસ્ત છે?
હૃષી, આ નેતાગીરી કેવી નીચ અને બીભત્સ છે,
પ્રજા તો બસ નસકોરાં બોલાવવામાં જ મસ્ત છે



આ લલ્લુઓના દેશમાં દિવસ રાત બસ બળજબરી જ ચાલે છે. પુરુષો સ્ત્રીઓ પર, નેતાઓ પ્રજા પર, સંપ્રદાયો સંસ્કૃતિ પર, માલિકો મજૂરો પર સતત બળાત્કાર જ કર્યા કરે છે. કોઈને અહીં કોઈ પણ જાતના સુધારાની પડી નથી. મોટાભાગની પ્રજાની માનસિકતા જ સડેલી છે.  આ નિર્માલ્ય પ્રજા વર્ષોથી નથી કોઈ સબક શીખતી કે નથી કોઈને સબક શીખવાડી સકતી.

વિવિધ પક્ષોના રાજનેતાનો માટે તો આવી દુઃખદ ઘટનાઓ એક અવસર કહેવાય છે. એમને તો આમાં એક રંગમંચ મળી ગયો નવા નવા ખેલ કરવા અને મૂર્ખ પ્રજા એ જોયા કરશે.

માનવતાવાદની પીપુડી વગાડતી સંસ્થાઓ પણ સમજી લે કે આવા ઘૃણાસ્પદ કૃત્યો કરનારાઓ મનુષ્યમાં વર્ગીકૃત થતા નથી પણ એ બેકાબુ બનેલા હિંસક પશુઓ છે અને એમને એ જ રીતે ત્વરિત મોક્ષ આપી દેવો જોઈએ.

મારા માટે તો આ દેશનો જે કોઈ પણ વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે ઉતરતી કક્ષાનું વર્તન કરતા લોકો, ધર્મો, સંપ્રદાયો, ગુરુઓ વગેરેને કોઈ પણ સીધી કે આડકતરી રીતે સહાય કરે છે એ વ્યક્તિ સમાજમાં સ્ત્રીઓ સામે થતા અત્યાચારોનું પરોક્ષ રીતે સમર્થન કરે છે.

મારા માટે તો આ દેશનો જે કોઈ પણ વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે ઉતરતી કક્ષાનું વર્તન કરતા લોકો, ધર્મો, સંપ્રદાયો, ગુરુઓ વગેરેને કોઈ પણ સીધી કે આડકતરી રીતે સહાય કરે છે એ વ્યક્તિ સમાજમાં સ્ત્રીઓ સામે થતા અત્યાચારોનું પરોક્ષ રીતે સમર્થન કરે છે.

જે મૂર્ખ પ્રજાને બસ રાત દિવસ કોઈ ડ્રગીસ્ટ કે ક્રિમીનલ સેલિબ્રિટી શું કરે છે, શું પહેરે છે, ક્યાં જાય છે એ જોવામાંથી કે પછી ટિક્ટોક પર બબૂચકની જેમ નાચવા કુદવામાંથી કે એવા બીજા બબૂચકોને જોવામાંથી જ નવરાશ ના મળતી હોય એની પાસેથી કોઈ બૌદ્ધિક પરિપક્વતાની શું અપેક્ષા રાખવી?

તમારા માથાપર જ લખ્યું છે કે, ‘તમે એક નિર્માલ્ય વ્યક્તિ છો, માટે બસ આવા બળાત્કારો સહન કરો’. રોજ બનતી આવી ઘૃણાસ્પદ ઘટનાઓથી જે સમાજ લજ્જિત નથી એ સમાજ લલ્લુઓનો સમાજ છે. કોઈ પણ સમાજ કે જેનું  આવી ઘટનાઓથી લોહી ઉકળતું નથી એ એક નપુંસક સમાજ છે.

આ રોજ થતા બળાત્કારો કોઈ પરગ્રહવાસીઓ નથી કરતા, આ તમારા સમાજની જ સડેલી માનસિકતાનું પ્રતિબિંબ છે. હજી પણ ગુંડા, મવાલી, ભ્રષ્ટ, અનૈતિક, જુઠ્ઠા, વિકારીઓને ધર્મ/સંપ્રદાય/વંશ/નાત/જાતના વાડાઓને વળગી રહી તમારા નેતા બનાવો અને સુશિક્ષિત અને સંસ્કારી લોકોને હડધૂત કરો અને આવા જ પરિણામો ભોગવતા રહો.

Category : Gujarati Poem

સત્ય



જો  તમારી  વાતમાં  હંમેશા  એજ સત્યનો રણકાર હશે,
તીરની  જરૂર  નથી,  પર્યાપ્ત ફક્ત ધનુષનો ટંકાર હશે,
બહારના શત્રુઓથી લડવાની એને કોઈ જરૂર નથી ‘હૃષી’,
પરાસ્ત એ પોતાનાથી જ થશે, જેનું અસ્તિત્વ અહંકાર હશે



આજે  આ રાષ્ટ્રભૂમિના એક વીર, નિર્ભય અને સત્યના પ્રયોગોમાં તથા પરમાર્થમાં સમગ્ર જીવન સમર્પિત કરનાર એક વિભૂતિનો જન્મદિવસ છે. પૂજ્ય બાપુ, મોહનદાસ કરમચંદ ગાંધી, નો  ફક્ત આ દેશે જ નહિ પરંતુ સમગ્ર વિશ્વએ એક મહાત્મા તરીકે સ્વીકાર્યો છે જેમાં કોઈજ અતિશયોક્તિ નથી. આવા વિરલ વ્યક્તિત્વને કોટી કોટી નમન.

પૂજ્ય બાપુનું જીવન જ એ વાતનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કે જે વ્યક્તિ સત્યને વળગી રહે છે એને પછી કોઈ ફક્ત ફોટા પડાવવાવાળા કામો કરી લોકચાહના મેળવવાના નાટકો કરવાના દંભની જરૂર નથી.

ઘણા મૂર્ખ લલ્લુઓ ગાંધીજી વિષે ગમેતેમ ટિપ્પણીઓ કરતા હોય છે. આવા લબાડ લોકોને પ્રેમપૂર્વક ( આમ તો વ્યક્તિગત રીતે હું આવા જાનવરોને ઊંધા હાથની બે આપી ને બેસાડી દેવાના મતનો છું પણ આજે બાપુની બર્થડે નિમિત્તે આમન્યા જાળવવાની ) એટલું કહેવાનું કે, હે મૂરખના સરદારો, મહેરબાની કરીને નીચેના મુદ્દાઓ વાંચો અને પછી જો લાયકાત હોય તો બોલજો.

  1. તમારી સાત પેઢીમાંથી કોઈએ દેશ માટે છાતીમાં ગોળી ખાધી હોય તો બોલો
  2. જનસેવામાટે જાત ઘસીનાંખી હોય તો બોલો
  3. અરે ડોબાઓ તમારા કહેવાતા રાજકીય નેતાઓ અને સાંપ્રદયિક ધર્મગુરુઓએ  ( આમાં બધા બાબાઓ, ગુરુઓ અને બબૂચકોનો સમાવેશ થઇ ગયો ) જો લોક ઉત્થાન માટે ગાંધીજી કરતા વિશેષ  પ્રયત્નો કર્યા હોય તો કહો. એ બધા ધુતારાઓ તો તમને નાત-જાત ને સંપ્રદાયોમાં વિભાજીત કરી દેશને પાંગળો બનાવવાની વાત કરે છે. ગાંધીજીએ વિભાજનવાદી એક પણ શબ્દ ઉચ્ચાર્યો હોય તો કહો.
  4. પિચકારીઓ મારી ગંદકી ફેલાવતા પિશાચો તો કઈ બોલી જ ના શકે કારણકે તમારા જેવાની ગંદકી બાપુ રોજ સાફ કરતા
  5. જણે અનીતિનો એક પણ પૈસો ઘરમાં ના મુક્યો હોય એ બોલે
  6. ગાંધીજી આજીવન નિરક્ષરતા, અસ્પૃશ્યતા અને અંધશ્રદ્ધા જેવા દુષણો સામે લડ્યા છે અને તેમના અગણિત અનુયાયીઓનું જીવન પણ તેની સાક્ષી પુરે છે. તમારો કયો ગુરુ આ દુષણો સામે સ્પષ્ટ બોલે છે? એ તો તમેને ગુરુપૂર્ણિમાના ગરબા ગાતા રાખે છે ને ચરણામૃત પાય છે.
  7. તમારા ઘરવાળા જ તમારું માનતા નથી જયારે ગાંધીના એક એક શબ્દ પર તમારા જેવા ડફોળશંકરો નહિ પણ એ સમયની વિદ્વાન વિભૂતિઓ પણ આચરણ કરવા તૈયાર રહેતી.

આનો તો કોઈ અંત નથી પણ તમને તમારી લાયકાતનું ભાન કરાવવા તો પૂરતું જ છે. તમારી પૂજ્ય ગાંધીજી જેવી વિભૂતિઓના અંશ માત્રને પણ સમજવાની કોઈ હેસિયત નથી. જો બુદ્ધિનો થોડોક પણ છાંટો હોય તો ‘મારા સ્વપ્નનું ભારત’ પુસ્તકમાં ગાંધીજીના ‘યંગ ઇન્ડિયા’ અને ‘હરિજન’ માંથી ચૂંટેલા લખાણોના અંશ વાંચજો તો તમને ગાંધીજીના ઉદ્દાત વિચારો અને વિશાળ વ્યક્તિત્વની ઝાંખી મળશે, સાથે સાથે એક લીટી પણ સરખી લખી નથી શકતા એવા ડિગ્રીધારી ડફોળોને ગાંધીજીની વિદ્વાત્તાનો પણ પરિચય મળશે.

હે રામ, કૃપા કરી આ મૂર્ખ પ્રજાને થોડી બુદ્ધિ આપો.