Category : Gujarati Poem

ફિતૂર



ચહેરા પર જેના કોઈ નૂર નથી,
સૌંદર્ય  હશે  પણ એ હૂર નથી,

સુંદર હશે પણ જો એ શૂર નથી,
ભોટ છે એ નર જે ભરપૂર નથી,

નદી હશે પણ જો કોઈ પૂર નથી,
ઉભરા વગર  કોઈ મશહૂર નથી,

પામવો દુષ્કર હશે પણ દૂર નથી,
ઈશ્વર તો પ્રેમ છે, એ નિષ્ઠુર નથી,

કુદરત કાતિલ  હશે પણ ક્રૂર નથી,
પાપ-પુણ્યનો એ કોઈ દસ્તૂર નથી,

હૃષીનું જ્ઞાન લેવામાં કોઈ ફિતૂર નથી,
પણ શબ્દો વાંચવા કોઈ મજબૂર નથી.



ફિતૂર – દોષ , રાજદ્રોહ
દસ્તૂર – ધર્મગુરુ , રિવાજ ( પણ આ અર્થ લેવાનો નથી )

લોકો કહે છે કે રામ અયોધ્યા પાછા આવ્યા એની ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવ્યા અને અયોધ્યા જળહળી ઉઠી. એ જ પરંપરા હેઠળ દિવાળી ઉજવાય છે. ઘટના સાચી હશે પણ અર્થઘટન સાથે હું સંમત નથી. મારા મતે તો એમ કહેવું જોઈએ કે રામના આગમનથી અયોધ્યા જળહળી ઉઠી. શું ભલા લખો કરોડો દીવડાઓ સૂર્યનો પથ અજવાળી શકે? ભગવાન રામ એ જ કોટી કોટી સૂર્યોનું તેજ છે. જનસમુદાય ફક્ત એના ગુણ અને ચારિત્રના તેજનું પ્રતિબીંબ જ જો હૃદયમાં ધરે તો પણ રોજ દિવાળી થાય. 

જયારે અશોકવાટિકામાં રાવણે સીતાને કહ્યું કે, હું વચન આપું છું કે મંદોદરી સહીત બધી રાણીઓને તારી દાસી બનાવી દઈશ, શરત એ કે તું ફક્ત મારી સામે એક વાર જુવે. જવાબમાં સીતા કહે છે કે,

સુનુ દસમુખ ખદ્યોત પ્રકાસા, કબહું કી નલિની કરઈ બિકાસા … ( રામચરિતમાનસ )
અર્થાત – હે દસાનન, શું કોઈ કમળ ક્યારેય આગિયાના પ્રકાશથી ખીલે છે? (કહેવાનો મતલબ કે કમળ તો ફક્ત સૂર્યપ્રકાશમાં જ ખીલે)

પછી તુલસીદાસજી કહે છે કે..

આપુહિ સુની ખદ્યોત સમ રામહિ ભાનુ સમાન, પરુષ બચન સુની કાઢી અસિ બોલા અતિ ખિસિઆન…
અર્થાત – પછી (સીતાના મોઢે ) પોતાને આગિયો અને રામને સૂર્ય સમાન, જેવા કઠોર વચન સાંભળીને રાવણ તલવાર કાઢીને ખિજાઈને બોલ્યો…

સીતાના ઉત્તરમાં પોતાના પ્રેમી-પતિના સામર્થ્ય અને બીજા અધૂરા વ્યક્તિની ઉણપની સરખામણી કરતો કેવો અદભુત કટાક્ષ છે. Isn’t it so romantic? 😉

બાહ્ય પ્રકાશ અંદરના અંધારાને ભગાડી નથી શકતો. આકર્ષક બનવા માટે પહેલાં તો ભરેલા હોવું જરૂરી છે અને પછી આનંદ માટે ઉભરાતા હોવું જરૂરી છે. અને આ પછી પણ શક્તિ બચી હોય અને રેલાતા રહો તો વિકાસ થાય અને નવી નવી જગાઓ સુધી પહોંચાય. ખાલી લોકો જ બીજાના પ્રેમ, સહારા અને સહાનુભૂતિની અપેક્ષા રાખે છે. જો આ દિવાળીના તહેવારમાં નવા વર્ષે પોતાની જાતને ખરેખર કશાથી ભરવી હોય તો એ ભગવાન શ્રીરામથી વિશેષ શું હોઈ શકે? જો એમ કરી શકો તો પછી પોતાના વ્યક્તિત્વની અધૂરપને ફિલ્ટરવાળી સેલ્ફીઓના લાઈકથી ભરવાનો વ્યર્થ પ્રયત્ન કરવાની, કે પોતાની સત્તા-સંપત્તિથી તમારા જેવાજ બીજા અધૂરા મનુષ્યોને આંજીને સોસીયલ મીડિયામાં વાહવાહીની લાઇક્સની જરૂર નહિ પડે. 😉 😉

જય શ્રીરામ. 🙂

Category : Gujarati Poem

The World Is Just A Story



જગત છે એક વાર્તા
——————————————————————————————–

આ જગત છે એક વાર્તા એ જાણતા ઘણા વરસ લાગશે,
પછી એના બધા પાત્રો અને કથાનકો બહુ સરસ લાગશે,

દુઃખી  જ રહેશે એ,  જેને બધું  ભિન્નતા ભરેલી જણસ લાગશે,
મેળવશે એ અહર્નિશ આનંદ, જેને સહુ સર્વથા સમરસ લાગશે,

કુમતિ  જે  છે  એને  તો  આ  કૃષ્ણ  પણ  હવે  કંસ  લાગશે,
મૂર્ખાઓના  મેળાવડા  તો  એને   શુભ્ર   જ્ઞાની  હંસ  લાગશે,

શોધ્યા  કરશો જો  એને અહીં તહીં,  તો પછી વરસો ના વરસ લાગશે,
જાણી જશો કે એ તો છે મહીં, તો મિથ્યા બહારની બધી તરસ લાગશે,

પ્રકાશ અને અંધકાર ની જેને  છે ખબર,  એ જ્ઞાનીને જ ફર્ક લાગશે,
નાસમજ  ને  જો  આપો  સ્વર્ગ,  તો  પણ એને તો એ નર્ક લાગશે,

કહેતા પહેલાં જરા વિચાર તો કરો, કે વાત સાંભળીને કયો મૂર્ખ જાગશે,
ભલે  એ  સત્ય  હોય ‘હૃષી’,  પણ શ્રદ્ધા વિના તો એ ફક્ત તર્ક લાગશે.



Everybody knows, and still somehow they don’t! Isn’t it funny?! Everybody seems to know some sort of philosophy which tells them that what you see is not really what you get, but still they are not able to grasp the reality! Yes, the reality of reflection. Reflection of your own projections, sometimes you get it back as expected and most of the time, as some kind of distorted, mingled menagerie.

As Krishna describes in Geeta that the one who really knows the essence of the things, remains unperturbed by the circus around. Same as the ‘projection wall’ of the cinema hall remains as it is, even though all sorts of movies are being projected on it. Audience experiences the thrill with mixed emotions of sadness and happiness, but only the ‘projection wall’ seems to know that all this is not real!

That unperturbed and enlightened soul is call Sthitpragnya by Shree Krishna in Geeta. Until and unless you come to know what this cinema is all about and learn to detach yourself from unnecessary role playing, your existence is mere misery.



Category : Gujarati Poem

Aakha Jagat Ne Janavavu Chee



કોઈને તમારે હંમેશા જાણેકે કંઈક કરી બતાવવું છે,
 જે કાંઈ પણ હોય, બસ આખા જગતને જણાવવું છે,

સમજ્યા વિના બસ કર્યા કરવી ફરિયાદો તમારે,
આ તો તેવું છે ને આ તો વળી આવું છે,

કોઈ સાંભળે કે ના સાંભળે એની ફિકર ના કરી,
તમારે તો બસ તમારું જ ગાણું ગવડાવવું છે,

ભલે લાગે આ અસંખ્ય પણ અંતે તો એ એક જ છે,
ગણિત જે લોક નહિ જ ગણે, ને તમારે ગણાવવું છે,

દાઢ વગર પણ હજી એને તો બસ ચાવવુંજ છે,
ભૂખ્યા લોકને નહીં જ ભાવે, જે તમારે પિરસાવવું છે,

પ્રત્યક્ષ સત્ય નથી જાણતા એને વળી શું બતાવવું છે,
આ ભાન ભૂલ્યા લોકને, હજી તમારે શું ભણાવવું છે,

સાચો હશે માર્ગ ભલે, પણ સાથે ઢસડો ના કોઈને,
‘હૃષી’, પહેલાં  પૂછો  તો ખરા કે કોને સાથે આવવું છે.



Upanishads state that the one who thinks that I know, really doesn’t know.  How often we fall for being egoistic about knowing something and try to drag others too without giving any thought about how the others feel, think or even if they are ready and capable to understand.  Even well intentioned advices should not be forced upon. Whenever time is right and a person becomes capable enough to understand what is right and what is wrong, he will start feeling and following the light automatically. 

Even Krishna says,’.. yathechhsi tatha kuru’ (translation – …Do whatever you feel is right) at the end after explaining everything to Arjun.

Category : Gujarati Poem

Thagara Guruji Kare Thokam Thok



વિધાતા કરે એ જ સત્ય વચન, બાકી બધું ફોક,
મોટા મંચ પર ઠગારા ગુરૂજીઓ કરે ઠોકમ ઠોક,

બધા સંપ્રદાય ને વાડા, મૂર્ખ સાધુ સંતોના અખાડા,
કૂપમંડૂક બધા કુવામાં ને પાછળ પડે અંધ લોક,

કુકર્મો આચરી ઘણા ગુરૂજીઓ થયા છે અલોપ,
ઘેલા ભક્તજન આપ્યા કરે એને લીલાનો ઓપ,

ગમાર ગાદીપતિ કર્યા કરે લુંટાતી સંસ્કૃતિનો શોક,
કોણ કહે કે ખુદ સજ્જન બની તારા ગાંડપણને રોક,

મંદિરો બાંધવા હંમેશા મુકતો રહે માગણીઓની પોક,
અલ્યા આખા બ્રહ્માંડના ધણીને તું દાન દઈશ ચોક?

ચૈતન્યને ચિત્ત ધરે, ‘હૃષી’ કહે ખરો જ્ઞાની ચેલા ના કરે,
પરમાત્માને પામ્યા પછી શા કામના લક્ષ્મી ને લોક?!,

પૂર્વજન્મના  પાપે   ભલે   એમનો  કુમતિ  તરફ  ઝોક,
‘હૃષી’,  આપ  ના  કરો  આ  અબુધો  ને  કશી   રોકટોક.



In order to reach to the right destination, one needs to continue the journey in the right direction, right? Unfortunately most of the people know the destination but still keep walking in the wrong direction, sometimes knowingly and sometimes unaware.  I guess, any sane person will know that the God is neither residing in any Temple ( or any place of worshiping based on person’s faith or ‘psychological disease ‘ the way I call it ) nor reachable by any rubbish rituals.  But still people keep doing what they are doing like zombies and stubbornly refuse to let the light come in.  No wonder that there exists a class of conman who is constantly fleecing such flaccid fools because of their inherent fear and greed. Well, who am I to wake up such dummies when they like to remain dead. I’m just sitting with Almighty sipping coffee and enjoying the circus. 

Category : Gujarati Poem

Manas Jaat Ni Aa Tev



માણસ જાતની આ ટેવ એને સદા કનડવાની,
જીદ અશક્યને પામવાની અને મળેલું વેડફવાની,

સરળ છે ભાગ પાડી મિથ્થા ભ્રમણાઓ સેવવાની,
પણ અઘરી છે આ આખાની સમજણ કેળવવાની,

આવડત શું કામની આડંબરથી ટોળા ભેગા કરવાની,
જો ના આવડે કળા નિજાનંદમાં મસ્ત રહેવાની,

કોણ રાખે વ્યર્થ ઘેલછા અમરત્વને પામવાની,
જાણ્યા પછી કે કોઈ નથી દવા દુઃખોને ડામવાની,

ક્યાં જરૂર છે દેવાલયોમાં નાહક દોડવાની,
કેળવો જો સમજણ, ખુદને ટટોળવાની,

ખોટો છે ગર્વ કે આપની ખોટ અચૂક સાલવાની,
આપની ગેરહાજરીમાં પણ, આ દુનિયા આમજ ચાલવાની,

ભૂલ તો કરી છે ‘હૃષી’ , જરૂર નહોતી ત્યાં બોલવાની,
શું જરૂર હતી આ મુર્ખાઓના મનની શાંન્તિ ને ડહોળવાની!



So simple, yet it’s so difficult to be and remain ‘aware’ all the time. Also it is common desire/mistake ( whatever you name it ) by those who have tasted the sublime bliss to preach or tell ‘others’ how to achieve the constant state of happiness.  But as we have seen that from Krishna to Christ, all have failed in making those understand, who literally refuse to understand. 

Well, the way I see it is that, one should never try to perturbed the perennial poisonous state of mind of such people. Until one becomes aware about himself and seeks the knowledge himself, all efforts of preaching and changing such person goes in vein. Keep this in mind that, the advice given to the fool is only to infuriate him and will not change him, like even if you give only milk to the snake, it only increases its venom! ( Sanskrit Ratnakanika – Updesho hi murkhanam, prakopaya na shantaye, Dugadham pibanti bhujanganam, kevalam vish wardhanam )