જો આજ આ દેશમાં ફરી એક નારી નિર્વસ્ત્ર છે,
કોઈ છે કે જે બેફામ બળાત્કારીઓથી ત્રસ્ત છે?
હૃષી, આ નેતાગીરી કેવી નીચ અને બીભત્સ છે,
પ્રજા તો બસ નસકોરાં બોલાવવામાં જ મસ્ત છે
આ લલ્લુઓના દેશમાં દિવસ રાત બસ બળજબરી જ ચાલે છે. પુરુષો સ્ત્રીઓ પર, નેતાઓ પ્રજા પર, સંપ્રદાયો સંસ્કૃતિ પર, માલિકો મજૂરો પર સતત બળાત્કાર જ કર્યા કરે છે. કોઈને અહીં કોઈ પણ જાતના સુધારાની પડી નથી. મોટાભાગની પ્રજાની માનસિકતા જ સડેલી છે. આ નિર્માલ્ય પ્રજા વર્ષોથી નથી કોઈ સબક શીખતી કે નથી કોઈને સબક શીખવાડી સકતી.
વિવિધ પક્ષોના રાજનેતાનો માટે તો આવી દુઃખદ ઘટનાઓ એક અવસર કહેવાય છે. એમને તો આમાં એક રંગમંચ મળી ગયો નવા નવા ખેલ કરવા અને મૂર્ખ પ્રજા એ જોયા કરશે.
માનવતાવાદની પીપુડી વગાડતી સંસ્થાઓ પણ સમજી લે કે આવા ઘૃણાસ્પદ કૃત્યો કરનારાઓ મનુષ્યમાં વર્ગીકૃત થતા નથી પણ એ બેકાબુ બનેલા હિંસક પશુઓ છે અને એમને એ જ રીતે ત્વરિત મોક્ષ આપી દેવો જોઈએ.
મારા માટે તો આ દેશનો જે કોઈ પણ વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે ઉતરતી કક્ષાનું વર્તન કરતા લોકો, ધર્મો, સંપ્રદાયો, ગુરુઓ વગેરેને કોઈ પણ સીધી કે આડકતરી રીતે સહાય કરે છે એ વ્યક્તિ સમાજમાં સ્ત્રીઓ સામે થતા અત્યાચારોનું પરોક્ષ રીતે સમર્થન કરે છે.
મારા માટે તો આ દેશનો જે કોઈ પણ વ્યક્તિ સ્ત્રીઓ પ્રત્યે ઉતરતી કક્ષાનું વર્તન કરતા લોકો, ધર્મો, સંપ્રદાયો, ગુરુઓ વગેરેને કોઈ પણ સીધી કે આડકતરી રીતે સહાય કરે છે એ વ્યક્તિ સમાજમાં સ્ત્રીઓ સામે થતા અત્યાચારોનું પરોક્ષ રીતે સમર્થન કરે છે.
જે મૂર્ખ પ્રજાને બસ રાત દિવસ કોઈ ડ્રગીસ્ટ કે ક્રિમીનલ સેલિબ્રિટી શું કરે છે, શું પહેરે છે, ક્યાં જાય છે એ જોવામાંથી કે પછી ટિક્ટોક પર બબૂચકની જેમ નાચવા કુદવામાંથી કે એવા બીજા બબૂચકોને જોવામાંથી જ નવરાશ ના મળતી હોય એની પાસેથી કોઈ બૌદ્ધિક પરિપક્વતાની શું અપેક્ષા રાખવી?
તમારા માથાપર જ લખ્યું છે કે, ‘તમે એક નિર્માલ્ય વ્યક્તિ છો, માટે બસ આવા બળાત્કારો સહન કરો’. રોજ બનતી આવી ઘૃણાસ્પદ ઘટનાઓથી જે સમાજ લજ્જિત નથી એ સમાજ લલ્લુઓનો સમાજ છે. કોઈ પણ સમાજ કે જેનું આવી ઘટનાઓથી લોહી ઉકળતું નથી એ એક નપુંસક સમાજ છે.
આ રોજ થતા બળાત્કારો કોઈ પરગ્રહવાસીઓ નથી કરતા, આ તમારા સમાજની જ સડેલી માનસિકતાનું પ્રતિબિંબ છે. હજી પણ ગુંડા, મવાલી, ભ્રષ્ટ, અનૈતિક, જુઠ્ઠા, વિકારીઓને ધર્મ/સંપ્રદાય/વંશ/નાત/જાતના વાડાઓને વળગી રહી તમારા નેતા બનાવો અને સુશિક્ષિત અને સંસ્કારી લોકોને હડધૂત કરો અને આવા જ પરિણામો ભોગવતા રહો.