ભૂતોને ભજીને જો તમે ભગવાન કરો,
પછી ના કહો ઈશ્વરને કે કલ્યાણ કરો,
મૂર્ખાઓને તો એ જ કહેવાનું છે હૃષી,
મોતને માથે બેસાડયું છે તો હવે મરો.
મિત્રો,
ભાઈઓ ઔર બહેનો,
યે અનપઢ, ગંવાર ઔર ગુંડો કો સંસદમેં કિસને બિઠાયા? આપને.
હમ જૈસે જુઠે, ભ્રષ્ટ ઔર ગપ્પીદાસો કે હાથોંમેં દેશ કો કિસને થમાયા? આપને.
ખુદ અંધભક્ત બનકે હમે ભગવાન કિસને બનાયા? આપને.
અબ જબ દેશકે સાથ ગદ્દારી કરકે, આપની માં જૈસી જન્મભૂમિ કો હમારે જૈસે હવસખોરો કે હાથોંમેં આપને ઇતને પ્યારસે દે દિયા હૈ, તો બોલો મેરે પ્યારે દેશવાસીઓ, આપકો આપને પાપોકી સજા મિલની ચાહિયે કી નહિ મિલની ચાહિયે? 😉
ચાલો આ તો થઇ એક રાજકારણીની મનની વાત. પણ વાત તો સાચી છે, શું કહો છો મોટાભાઈ? 😉
ખરેખર તો આ દેશના લોકો દયાને પાત્ર નથી પણ હાંસી ને પાત્ર છે. મોટા ભાગનાને અક્કલ નથી એટલે આટલી સીધી વાત સમજાતી નથી કે આપણી પરિસ્થિતિ માટે આપણે પોતે જ જવાબદાર છીએ. ગરીબો રડારોળ કરે છે કે એમના દૂખ કોઈ દૂર નથી કરતુ, પરંતુ ચૂંટણી વખતે બે ચાર વાર દારૂ અને ચવાણું ખાઈને એ કોને વોટ આપે છે? ત્યારે તો કોઈ સજ્જનને પૂછવા નથી જતા કે મોટાભાઈ અમને ખબર નથી પડતી પણ આપ સલાહ આપો કે અમારા કલ્યાણ માટે કોને વોટ આપીએ. બીજો આખો મૂરખ વર્ગ ફક્ત ધર્મ અને જાતિ ને જ જુએ છે. તમારા ધરમભાઈઓ જ પછી તમારું ધોતિયુ ખેંચીને ખસી કરે છે અને નાતીવાળા જ ચૂંટાયા પછી તમે આજીવન ભૂખ્યા નાગા રહો એની પુરેપુરી તકેદારી રાખે છે.
તમે નહિ તો તમારો કોઈ લાડકો કે સગો, આજે જો કોરોનાથી બચી જશો તો કાલે એ કોઈ રોડના ખાડામાં પડી મરશે. કોઈ રખડતી ગાયોની હડફેટે સ્વર્ગવાસી થશે. કોઈ તબીબી સુવિધાના અભાવે જશે કે પછી એ મેળવવા માટે જરૂરી આવક માટે યોગ્ય રોજગાર ના મળવાથી જીવન ટૂંકાવશે. શૂરવીર સૈનિકો તો આમતેમ વગર કારણે શહીદ થયા જ કરે છે. કોઈ ગંદકી જન્ય રોગોને શરણે થશે અને કોઈ ખાદ્ય પદાર્થોની ભેળસેળના ભરડામાં જશે.
પ્રધાનસેવક તો મોર રમાડવામાં જ મશગુલ છે માટે મોત સામે તો તમારે જ લડવું પડશે. આમ ભલે રાજકારણીઓને લોકો ગપ્પીદાસ કહેતા હોય પણ એક વાત તો એમણે સ્પષ્ટ જ કહી છે કે અમારો ઉદ્દેશ ફક્ત વિરોધપક્ષ મુક્ત ભારત કરવાનો છે, ભ્રષ્ટાચાર કે બળાત્કાર મુક્ત કરવાનો નહિ. અને શિક્ષણ તો અમે આપવા માંગતા જ નથી. એટલે તો સરકારી શાળાઓ બંધ કરી છે. શિક્ષિત બેરોજગાર મુક્ત ભારત માટે જ તો… 😉
હવે જો તમે મંદિરોમાં જઈને રડતા હોવ કે હે ઈશ્વર મદદ કરો તો એ પ્રભુ વતી આ પ્રભુસેવકનો એક નમ્ર સંદેશો છે કે, બેટા આ જ તો તારા કર્મોનું ફળ છે. 😉
વિકાસ ક્યાં છે એ છોડો અને અત્યારે વેન્ટિલેટર શોધો… 😉