સુનો ભાઈ સાધો, સરકાર કે ડિસીઝનમાં કભી કછુ લોજીક નાહે,
અગર મંત્રીમાં મગજ હોત, તો વો ખુદહી દાકતર ના બન જાહે?
મંતરીવા તો મૂરખ જાત, આપન ઇતને કછુ નાહી ગભરાવે,
સબહું રામ શરણ ભજી જાવે, ઇહાં તો રઘુવીર હી દેશ ચલાવે,
કોન મારત હૈ કોન તારત હૈ, કૈસે કૈસે માયા કે ખેલ દિખાવે,
આપનહી જબ હૈ મૂરખ જાત, સરકારન કો કાહે દોષ લાવે?
આજ આયુર્વેદિક કરહે, કલ કો હમ ઈન્જીનીયરવા ભી કરહે,
જબ સરકાર હમરી ઇતના સોચત, કોઈ કાહે ઇહાં બેકાર રહહૈ!
કૌન કભી ઐસા સોચત, બંદરવા ભી કભી ઇતના વિકાસ કરહૈ,
રામ કિરપા પાવત, ઈ અનપઢ મૂરખ જાત કલિયુગમાંહી રાજ કરહૈ!
ઇહાં પઢાઈ કી કછુ નાહીં જરૂરત, સબ કામ જબ અનપઢ ખુબ કરહૈ,
ઈ રામરાજમાં રામકી જરૂરત નાહીં હૃષી, બંદરવા હી સબ ડિસાઈડ કરહૈ!
મિત્રો, જો તમે આયુર્વેદિક સર્જનોના પ્રહારથી જીવતા રહી શકશો તો એ દિવસ પણ દૂર નથી જયારે તમે અમારા જેવા ઇજનેરી શાખાના હોનહાર સ્નાતકો પાસે સર્જરી કરાવતા હશો. 😉
સમાચાર પ્રમાણે સરકારશ્રીએ આયુર્વેદિક સર્જનોને આંખ, કાન, નાક અને ગાળાની 58 પ્રકારની સર્જરી કરવાની પરવાનગી આપી છે. પણ અમે ઇજનેરો તો ફક્ત બેની જ માંગીએ છીએ. મગજ અને મૂત્રપિંડને લગતી !! અર્થાત, ન્યુરોલોજી અને યુરોલોજી.
કારણ કે બંનેમાં જો કોઈ ભૂલચૂક થાય તો કોઈ વાંધો નથી. કારણકે મગજ કોઈને છે નઈ અને હોય તો પણ ક્યાં વાપરે છે! વળી, બધાજ જાણે છે કે વૃષણ અને વિચારક્ષમતાને કોઈ લેવાદેવા નથી. એટલે કોઈનું કથિત પૌરુષત્વ જો અમારી સર્જરીથી જતું રહે તો પણ એ વિચારશીલ રહી આત્મનિર્ભર તો બની જ શકે છે! અને એટલી વસ્તી છે કે કોઈની વંશવૃદ્ધિ જો અટકી જાય તો પણ એ દેશ માટે ફાયદાકારક જ છે.
મેં તો આજથી જ ડૉક્ટર મિત્રો પાસેથી ટ્યૂશનની શરૂઆત કરી દીધી છે. તો મારા બીજા ઇજનેરી શાખાના મિત્રોને પણ સલાહ છે કે પકોડા તળવાનું મૂકીને આવનારા પેશન્ટોને કેવીરીતે તોડવા એનો બંદોબસ્ત કરવામાં લાગી જાઓ.
ધન્ય છે આ સરકાર, ધન્ય છે એનું મંત્રીમંડળ અને સલાહકારો.
એક સાથે બોલો મિત્રો,
હમ સબને આજ નિશ્ચય કિયા, હર એક દેશવાસી કરેગા શલ્યક્રિયા
રામ લલ્લા ચાહે હમ મર ભી જાયેંગે, સર્જરી હમ એન્જીનીઅર સે હી કરવાએગે
ઘર ઘર યહી નારા હૈ, યે સ્કાલપેલ હમારા હૈ
ઈશ્વર આ ડફોળોને સદબુદ્ધિ આપે હા હા હા :))